મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા (હ) નજીક વાડી પાસે થયેલ મારામારીમાં ધારિયા વડે હુમલો કર્યાની ત્રણ શખ્સોની સામે વળતી ફરિયાદ


SHARE













મોરબીના કેરાળા (હ) નજીક વાડી પાસે થયેલ મારામારીમાં ધારિયા વડે હુમલો કર્યાની ત્રણ શખ્સોની સામે વળતી ફરિયાદ

મોરબીના કેરાળા હરીપર ગામે વાડીમાં થયેલ મારામારીના બનાવવામાં હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે અને વાડીના કાચા રસ્તેથી પસાર થયેલા બે વ્યક્તિઓને પાણીની તરસ લાગતાં પાણી પીવા માટે ગયા હતા ત્યારે તેને ચોર સમજીને ત્રણ શખ્સો દ્વારા તેને મારવામાં આવ્યો હતો જેથી ફરિયાદ યુવાન ત્યાંથી ભાગી ગયો હતો જો કે, એક યુવાનને પકડી લેવામાં આવ્યો હતો જેથી તેને લેવા માટે ફરિયાદી અન્ય બે વ્યક્તિની સાથે ત્યાં ગયો હતો ત્યારે તેના ઉપર ધાર્યા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને લાકડીના ધોકા વડે પણ માર મારવામાં આવ્યો હતો જેથી ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી અને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલા યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામની સીમમાં રાયમલભાઈની વાડીએ રહેતા માંડણભાઈ ખોડાભાઈ સિણોજીયા જાતે કોળી (૪૨)એ ગઈકાલે ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આ બનાવમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં માળિયા મીયાણાના રહેવાસી સિકંદરભાઈ ઈકબાલભાઈ કટિયા જાતે મિયાણા (૨૧) એ અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને તેની સાથે સિકંદર મુસ્તાકભાઈ નામનો યુવાન મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર કાચા રસ્તેથી જતાં હતા ત્યારે પાણીની તરસ લાગતા તે વાડીના મકાન પાસે પાણીના ટીપણા ભરેલા હોય ત્યાં પાણી પીવા માટે ગયા હતા અને ત્યારે તેને ચોર સમજીને ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારે ફરિયાદીના નેફામાં રહેલ છરી વડે તેને ઇજા કરવામાં આવી હતી જેથી ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો અને સિકંદર મુસ્તાકભાઇ ત્યાં પકડાઈ જતા તેને લેવા માટે થઈને ફરિયાદી અને ઓસમાણભાઈ અને જાવેદભાઈ હસનભાઈ ત્યાં ગયા હતા ત્યારે ત્યાં હાજર રહેલા ત્રણ શખ્સો દ્વારા ફરિયાદી તથા સાહેદોની સાથે ગાળા ગાળી કરી હતી અને ત્યાર બાદ ફરિયાદી પાસે રહેલ છરી વડે તેને સામે વાળાને ઇજા કરી હતી જેથી કરીને સામેવાળા શખ્સોએ ધારિયા વડે હુમલો કરીને ફરિયાદીને જમણા ખભ્ભાની પાછળના ભાગમાં, ડાબા પગના પંજામાં તથા શરીરે માર માર્યો હતો અને જાવેદભાઈ ભાગી જતાં ઓસમાણભાઈને લાકડીના ધોકા વડે માર મારીને માથામાં તથા પગે અને સાથળે ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે મોરબી અને રાજકોટ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ સિકંદરભાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News