મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર કેનાલ રોડેથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ પકડાયો


SHARE













મોરબીના લીલાપર કેનાલ રોડેથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ પકડાયો

મોરબીના લીલાપર ગામથી ડબલ સવારી બાઈક નંબર પ્લેટ વગરનું મોરબીના કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ત્યાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હોય તે બાઈકને રોકીને બાઈક ઉપર રહેલા શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે બાઈક ઉપર જઈ રહેલા વ્યક્તિમાંથી એકના કિસ્સામાંથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ગાંજો, બે મોબાઈલ, રોકડા રૂપિયા તથા બાઈક મળીને ૨૪,૬૩૦ નો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે જો કે, બાઇક ઉપર જઈ રહેલા બે પૈકીનો એક બાળકિશોર હોય તેને કબજામાં લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

રાજ્યના પોલીસ વડા દ્વારા સમગ્ર રાજ્યની અંદર ટ્રાફિક ડ્રાઇવ માટે થઈને સુચના આપવામાં આવી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવની કામગીરી કરી હતી દરમિયાન લીલાપર ગામ તરફથી એક ડબલ સવારી બાઇક નંબર પ્લેટ વગરનું બાઇક મોરબી તરફ આવી રહ્યું હતું ત્યારે તે બાઈકને ઉભું રાખવામાં આવ્યું હતું અને બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને રોકીને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ શેખ નામના શખ્સનાં ખિસ્સામાંથી પ્લાસ્ટિકનું કાળા કલરનું એક જબલું મળી આવ્યું હતું જે કાઢીને તેને ચેક કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજો જેની કિંમત ૧૭૯૦ તેમજ ૨૫૦૦ ના બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૩૪૦ તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૪,૬૩૦ નો મુદ્દામાલ કબજે કરીને હાલમાં પોલીસે એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ શેખ (૨૮) રહે. લિંબાળા ગામ સ્મશાનની પાછળની ઓરડીમાં વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સાથે મળી આવેલ બાળકિશોરને કબજામાં લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી








Latest News