મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

ચાલુ ચાર્જિગે મોબાઈલ વાપરનાર માટે લાલબતી: મોરબી જીલ્લામાં મોબાઈલનું ચાર્જર ફાટતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













ચાલુ ચાર્જિગે મોબાઈલ વાપરનાર માટે લાલબતી: મોરબી જીલ્લામાં મોબાઈલનું ચાર્જર ફાટતાં ઇજા પામેલા યુવાનનું મોત

વર્તમાન સમયમાં મોબાઇલના વડગણના કારણે ઘણા લોકો મોબાઇલ ફોનમાં બેટરી ઉતરી જતી હોવાના કારણે ચાર્જિંગ ચાલુ રાખીને મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે તેવા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો મોરબી જિલ્લામાં સામે આવેલ છે અને તેમાં મોરબી જિલ્લાના ચરાડવા ખાતે રહેતો યુવાન મોબાઇલમાં ચાર્જિંગ ચાલુ રાખીને મોબાઈલનો ઉપયોગ કરતો હતો ત્યારે મોબાઈલનું ચાર્જર ફાટતા તેને શોર્ટ લાગ્યો હતો જેથી તેને ગંભીર ઇજા થયેલ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી પોલીસ દ્વારા નોંધ કરીને હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટે તજવીજ શરૂ કરેલ છે.

સોશિયલ મીડિયાનો દિવસેને દિવસે ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે મોબાઇલનો સતત યુવાનો સહિતના લોકો ઉપયોગ કરતાં હોય છે જોકે મોબાઈલની બેટરી વારંવાર ઉતરી જતી હોય આવું પણ ઘણી વખત સામે આવતું હોય છે ત્યારે લોકો મોબાઇલમાં બેટરી ચાર્જિંગ ચાલુ રહે તે માટે તેમાં ચાર્જર લગાવીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઘણી વખત અકસ્માતના બનાવ બન્યા હોય તેવું અગાઉ સામે આવ્યું છે આવો જ એક વધુ અકસ્માતનો બનાવો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામમાં સામે આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ચરાડવામાં રહેતા સુરેશભાઈ સેતાનભાઇ ભાભોર (૨૬) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તે પોતાના ઘરની અંદર મોબાઈલ ફોનનું ચાર્જિંગ ચાલુ રાખીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો દરમિયાન મોબાઇલ ફોનનું ચાર્જર ફાટતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. જેથી કરીને આ યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવની મોરબી પોલીસ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની તજવીજ કરવામાં આવેલ છે.

ઝેરી દવા પીધી

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે મૂળ ભાવનગર જિલ્લાના સિહોરનો રહેવાસી રહીમખાન કેસરખાન જલવાણી (૩૦) હતો ત્યારે ત્યાં કોઈ કારણસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેના પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી જો કે, યુવાનને હાલ ગોંડલ ખાતે સારવાર માટે રિફર કરેલ છે.

અજાણ્યો પદાર્થ પી ગઈ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં ઇન્ડિયા પાસેની શેરીમાં રહેતા નોરીબેન સમીરભાઈ પલેજા (૨૭) નામની મહિલા કોઈ અજાણ્યો પદાર્થ પી ગઈ હતી જેથી તેને ઝેરી અસર થઇ હોવાથી સારવાર માટે પ્રથમ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News