મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે રસ્તા ઉપર ચગડાઈ જવાથી યુવાનના મોતના ગુનામાં ટ્રક ચાલકની ધરપકડ


SHARE













મોરબીના જોધપર પાસે રસ્તા ઉપર ચગડાઈ જવાથી યુવાનના મોતના ગુનામાં ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના લીલાપર જોધપર રોડે પુલ ઉપરથી બાઈક ચાલક યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસર ટ્રકના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.


બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં રાફડાની વાડી ખાતે રહેતા કિશોરભાઈ કરમશીભાઈ ચાવડા જાતે  સતવારા (૩૧) નામનો યુવાન પોતાનું બાઈક લઈને મોરબીના લીલાપર જોધપર રોડ ઉપર આવેલ પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને આઇસર ટ્રક નંબર જીજે ૩ એઝેડ ૦૩૮૭ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં કિશોરભાઈ ચાવડાનું માથું ટ્રકના પાછળના જોટામાં આવી હતા તેને ગંભીર ઇજા થયેલ હોવાથી મોત નીપજયું હતું આ બનાવની મૃતકના મોટાભાઈ બળદેવભાઈ કરમશીભાઈ ચાવડા જાતે સતવારા (૩૬)એ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેની ટીમે આરોપી રાવતભાઈ જેસંગભાઈ આહીર (૪૭) રહે. મનહર સોસાયટી આરટીઓ પાસે હરગંગે શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

પશુ અતિક્રમણના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પશુ અતિક્રમણના ગુનામાં વસંતભાઈ ઉર્ફે વશરામ ઉર્ફે વસો સનાભાઇ સંખાવરા જાતે લુહાર (ઉમર ૨૧) ધંધો માલઢોર રહે.ખોડાપીપર તાલુકો ધ્રોલ જીલ્લો જામનગર મૂળ રહે.હરબટીયાળી તાલુકો ટંકારા જીલ્લો મોરબીવાળાની મોરબી તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા પશુ અતિક્રમણના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

કેરાળા(હરીપર) ગામે થયેલ મારામારીમાં એકની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કેરાળા (હરિપર) ગામે ચોર સમજીને મારામારી કરવામાં આવી હતી અને બાદમાં સામાપક્ષેથી પણ વળતી મારામારી કરવામાં આવી હતી.જે બનાવમાં સામસામે ફરિયાદો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી છે.આ બનાવમાં તપાસ અધિકારી પીએસઆઇ એસ.એન.સગારકા તથા રાઇટર વાસુદેવભાઈ દ્વારા હાલમાં મારામારીના આ બનાવમાં સંડોવાયેલા ઓસમાણ ઈકબાલ કટિયા (ઉમર ૨૨) રહે.માળિયા મીંયાણા વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં
મોરબીની અંબિકા સોસાયટીમાં રહેતા કાંતિભાઈ ધનજીભાઈ કવૈયા નામના ૭૪ વર્ષીય આધેડ ઘરેથી બાઈક લઈને જઈ રહ્યા હતા.ત્યારે મોરબીના કંડલા બાયપાસ બંધુવન નજીક અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જે અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News