મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપ-વાંકાનેરના ધમાલપર-૩ માં જુગારની બે રેડ: છ મહિલા સહિત કુલ ૧૬ જુગારી પકડાયા


SHARE













મોરબીની ઉમા ટાઉનશિપ-વાંકાનેરના ધમાલપર-૩ માં જુગારની બે રેડ: છ મહિલા સહિત કુલ ૧૬ જુગારી પકડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં મંગલ જ્યોત હોમ્સ-ડીના ફ્લેટમાં એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ મહિલા સહિત કુલ મળીને નવ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૬,૪૦૦ ની રોકડ કબ્જે કરી હતી આવી જ રીતે વાંકાનેરના ધમાલપર-૩ માં માતાજીના મંદિર સામે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સાત જુગારી ૧૧૪૨૦ ની રોકડ સાથે પકડાયા હતા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં મંગલ જ્યોત હોમ્સ-ડી એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા હરેશભાઈ નરભેરામભાઈ શેરસિયા (૪૮) રહે. મંગલ જ્યોત હોમ્સ-ડી એપાર્ટમેન્ટ ઉમા ટાઉનશીપ મોરબી તથા તેના પત્ની મીનાબેન હરેશભાઈ શેરસિયા (૩૭), દિલીપભાઈ નાનજીભાઈ નાયકપરા (૩૫) અને તેના પત્ની ખુશ્બુબેન દિલીપભાઈ નાયકપરા (૩૬) રહે. બંને હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નં-૬૦૪ મહેન્દ્રનગર, કાંતિલાલ મગનલાલ સાવસાણી (૫૩) અને તેના પત્ની હર્ષિદાબેન કાંતિલાલ સવસાણી (૫૦) રહે. બંને રવાપર કેનાલ રોડ સરદારનગર-૧ મોરબી, મુક્તાબેન ઉર્ફે અરુણાબેન અરવિંદભાઈ પાઘડાર (૫૦) રહે. મંગલ જ્યોત-ડી એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૪ ઉમા ટાઉનશીપ મોરબી, લાભુબેન અશોકભાઈ અઘારા (૪૦) રહે. પ્રભુકૃપા ટાઉનશીપ શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૧ મહેન્દ્રનગર અને રાધિકાબેન જયસુખભાઈ ચાપાણી (૪૨) રહે. પ્રભુ કૃપા ટાઉનશિપ બાલાજી એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૨ મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામની ધરપકડ કરી હતી અને સ્થળ ઉપરથી ૫૬,૪૦૦ ની રોકડ કબજે કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર નજીક આવેલ ધમાલપર-૩ માં માતાજીના મંદિર સામે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દીપકભાઈ ગોકળભાઈ બાવરવા (૩૩), વિજયભાઈ દેવરાજભાઈ બાવરવા (૩૧), દીપકભાઈ દેવશીભાઈ અબાસણીયા (૩૦), અશ્વિનભાઈ ઉર્ફે અશોક રઘુભાઈ અબાસણીયા (૪૧), નવઘણભાઈ ચતુરભાઈ અબાસણીયા (૨૩), વિપુલભાઈ કાનજીભાઈ બાબરવા (૨૨) અને રમેશભાઈ વાલજીભાઈ બાવરવા (૩૮) રહે. બધા ધમલપર-૩ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧,૪૨૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News