મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની નાની વાવડી કુમાર શાળાના શિક્ષકનું શિક્ષણમંત્રીના હસ્તે કરાયું સન્માન


SHARE





મોરબીની નાની વાવડી કુમાર શાળાના શિક્ષકનું શિક્ષણમંત્રીના હસ્તે કરાયું સન્માન

મહેસાણામાં વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ અને નાવિન્ય સભર રીતે શૈક્ષણિક કાર્ય કરનાર ગુરુજનોની પ્રતિભાને સન્માનીત કરવામાં આવી હતી ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ગુરુ વંદનાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક કમિટી દ્વારા મોરબીના નાની વાવડી ગામની શાળાના શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાનું રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા રહે છે. આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ સભ્ય, કલેકટર, ડીડીઓ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.




Latest News