મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા સરસ્વતી સન્માન સમારોહ-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા સરસ્વતી સન્માન સમારોહ-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દર વર્ષે તેમના સભ્યોના તેજસ્વી સંતાનોને સન્માનવા માટે થઈને સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે તેની સાથોસાથ સ્નેહમિલન જેવો કાર્યક્રમ પણ યોજાતો હોય છે તેવી જ રીતે મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફન વર્લ્ડ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ અને ફેમિલી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરબીના નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયા હાજર રહ્યા હતા તે ઉપરાંત રાજકોટ ફોટોગ્રાફર એસો.ના મુકેશભાઈ હરખાણી, સેક્રેટરી રાજુભાઈ જીયાણી, રાજકોટ બોસ કલર લેબ વાળા શશીભાઈ પટેલ, મોરબીના વસંતભાઈ પટેલ અને મોરબી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી ફોટોગ્રાફર એસો.ના પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ, મંત્રી મેહુલભાઈ ભટાસણા, સહમંત્રી પરેશભાઈ ચંદ્રાસલા અને ખજાનચી જીતેન્દ્રભાઈ ઉઘરેજા સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News