મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના નવી પીપળી પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE













મોરબીના નવી પીપળી પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામના ગેઇટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે દસ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને આ શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામના ગેઇટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની એક મેગઝિન વાળી પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર તેની પાસેથી કબજે કર્યું હતું અને આરોપી કિર્તીભાઈ કનુભાઈ વરાળીયા જાતે જૈન વાણીયા (૨૪) રહે. નવી પીપળી હનુમાનજીના મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પકડાયેલ શખ્સની પાસેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ માં રહેતા અરવિંદભાઈ બાવલભાઈ ગોપાણી જાતે પટેલ (૪૫)એ બાઈક નંબર જીજે ૩૬ એજી ૦૩૯૬ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ પોતાના હવાલા વાળું બાઈક બેફિકરાઇથી ચલાવીને ફરિયાદીના બાઈક સાથે સામેથી આવીને અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીને ડાબા પગના અંગૂઠોમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News