મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામ કરતા સમયે મશીન ઉપરથી નીચે પડેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબી નજીક કારખાનામાં કામ કરતા સમયે મશીન ઉપરથી નીચે પડેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ કારખાનામાં મશીન ઉપર કામ કરતી વખતે ક્રેઇન વોઈસ ઉપરથી નીચે પડતા યુવાનને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેના મોરબીમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે કાયસન પોલીમર્સ એલએલપી કંપનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકેશભાઈ રામજીભાઈ અસારી (૨૬) ગત તા. ૨૬/૮ ના રાત્રીના ૯:૩૦ વાગ્યાના અરસામાં મશીન પર કામ કરતા હતા ત્યારે ક્રેઇન વોઈસ ઉપરથી નીચે પડતા યુવાનને કમરના ભાગે ગંભીત ઇજા થઈ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સીનર્જી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News