મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે) પાસે કારખાનામાં પૂંઠાના ઢગલા નીચે દબાઈ જતાં બાળકનું મોત


SHARE













મોરબીના હરીપર (કે) પાસે કારખાનામાં પૂંઠાના ઢગલા નીચે દબાઈ જતાં બાળકનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ હરીપર કેરાળા ગામ પાસે કારખાનામાં પૂંઠાના ઢગલા નીચે દબાઈ જવાથી બાર વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામ પાસે આવેલ વ્રજ પેક સિરામિક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અમોભાઈ સોર નો ૧૨ વર્ષનો દીકરો પ્રવેશભાઈ કારખાનામાં હતો ત્યારે ત્યાં પૂઠાના ઢગલા નીચે દબાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

બે બોટલ દારૂ

મોરબીના રવાપર ઘુનડા રોડે શિવ શક્તિ સોસાયટીના ખૂણા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસને ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને વિપુલભાઈ ઉર્ફે વિપલો નરસંગભાઇ બાલાસરા જાતે આહિર (૩૨) રહે, રવાપર ઘુનડા રોડ શિવ શક્તિ સોસાયટી રવાપર ગામ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News