મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં માતાને રસોઈમાં મદદ કરવાની ના પડ્યા બાદ લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું


SHARE















મોરબીમાં માતાને રસોઈમાં મદદ કરવાની ના પડ્યા બાદ લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની ૧૨ વર્ષની દીકરીને રસોઈ કામમાં મદદ કરવા માટે થઈને તેની માતાએ કહ્યું હતું ત્યારે તેણે ગુસ્સામાં આવીને રસોઈ કામ કરવાની ના પાડી હતી ત્યારબાદ તેને મનોમન લાગી આવતા તેણે લેબર ક્વાર્ટરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મીટકો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ધનસિંગ ભાભરની બાર વર્ષની દીકરી પરમીલાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પિયુષભાઈ દેત્રોજા (૩૭) રહે. મોરબી વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરાને તેની માતાએ ઘરમાં રસોઈ બનાવવામાં મદદ કરવા માટે થઈને કહ્યું હતું ત્યારે તેને ગુસ્સામાં આવીને મદદ કરવાની ના પાડી દીધી હતી જોકે ત્યારબાદ તેને મનોમન લાગી આવતા તેને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું હાલમા જાણવા મળી રહ્યું છે પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News