હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સંસ્કૃત વિષયના માધ્યમિક શિક્ષકોની કાર્યશાળા યોજાઇ


SHARE

















મોરબી જિલ્લામાં સંસ્કૃત વિષયના માધ્યમિક શિક્ષકોની કાર્યશાળા યોજાઇ

મોરબી જિલ્લામાં બાળકોને સરળતાથી સંસ્કૃત કેમ શીખવી શકાય તે માટે શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિધાલય સંસ્કૃત પાઠશાળા ખોખરા હનુમાનધામ બેલા (મોરબી) ખાતે ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તથા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સંસ્કૃત વિષયના શિક્ષકોની કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં બાળકોને સહજતાથી સંસ્કૃત કેવી રીતે શીખવી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં યોજાયેલ સંસ્કૃત વિષયની કાર્યશાળામાં જિલ્લાના ૧૦૦ થી વધુ માધ્યમિક શાળાના સંસ્કૃત વિષય શીખવતા શિક્ષકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના મદદનિશ અધિકારી પુલકિતભાઈ જોશીએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો પરિચય આપ્યો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી ડો. કે.કે.કરકરે આગવી શૈલીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સંસ્કૃત વિશે તેમજ બાળકોને સહજતાથી સંસ્કૃત કેમ શીખવી શકાય તે અંગે વક્તવ્ય આપ્યું હતું.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીસંસ્કૃતના વિકાસ માટે આપણે તત્પર બનીએ તેમજ જિલ્લા કક્ષા તરફથી પ્રસન્ન્તા વ્યકત કરીને સંસ્કૃતનું પુનરૂત્થાન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી અને કાર્યશાળાના મુખ્ય વક્તા અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ જયશંકરભાઈ રાવલે સંસ્કૃત વિષયની મહત્તા ભાષાની મૃદૂતા, સહજતા, શબ્દભંડોળ, સંસ્કૃતનું સામાજીક સ્થાન સમજાવી વર્ગખંડમાં આ ભાષાનો વ્યાપ વધારવા શિક્ષકોને આહવાન કર્યું હતું. અને આ કાર્યક્રમનું સંચાલન જયદીપભાઈ ઠાકરે કર્યું હતું.




Latest News