મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

ભીંતચિત્રમાં હનુમાનજીને દાસ દર્શાવ્યા તેનાથી સહજાનંદ સ્વામી પણ ખુશ ન હોય: મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી


SHARE













ભીંતચિત્રમાં હનુમાનજીને દાસ દર્શાવ્યા તેનાથી સહજાનંદ સ્વામી પણ ખુશ ન હોય: મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી

સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમા પાસે લગાવવામાં આવેલા ભીંત ચિત્રોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે પંચઅગ્નિ અખંડના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે ભાવના અતિરેકમાં આ અવિવેક કર્યો છે અને ચિત્રએ મનની કલ્પના હોય છે જેથી કરીને તેને બદલી શકાય છે માટે સનાતન ધર્મના સંતો અને હિન્દુઓમાં રોષની લાગણી હોય તો સંતોએ બાંધછોડ કરીને વાતને સ્વીકારી લેવી જોઈએ અને વહેલમાં વહેલી તકે વિવાદનો અંત લાવવો જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરેલ છે

મોરબીના ખોખરા હનુમાન હરહરધામના પ્રણેતા અને પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી હાલમાં ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે છે ત્યારે સાળંગપુર મંદિરમાં જે વિશાળ કદની હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેમની સાથે આ મુદ્દે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોઈપણ ચિત્ર એ મનની કલ્પના છે અને કલ્પના બદલી શકાય છે જોકે ભાવના અતિરેકના કારણે આ અવિવેક કર્યો છે પરંતુ જ્યારે સમગ્ર સનાતન ધર્મના સંતો, હિન્દુ સમાજ સહિતનાઓમાં રોષની લાગણી હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બાંધછોડ કરીને વાતને સ્વીકારી લેવી જોઈએ અને વહેલામાં વહેલી તકે જે વિવાદિત ચિત્રો છે તે હટાવવા જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે હનુમાનજીને ભીંતચિત્રમાં દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે તે જોઈને કદાચ ખુદ સહજાનંદ સ્વામી પણ ખુશ થયા નહીં હોય તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને એવું પણ તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ ગુરુએ આપેલી આંખેથી શાસ્ત્રોને જોવા જોઈએ તો તેમાં સો ટકા સમાધાન મળશે નહીં તો શાસ્ત્રોની અંદર પણ પાને પાને નવા પ્રશ્નો ઊભા થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News