મોરબીના નજરબાગ પાસે મંદિરના ઓટલે સુવા બાબતે યુવાનને બે શખ્સોએ માર માર્યો
મોરબીના જુના આમરણ ગામે બાકીમાં કરિયાણું આપવાની ના કહેતા વેપારી અને તેની પત્નીને બે શખ્સોએ માર માર્યો
SHARE









મોરબીના જુના આમરણ ગામે બાકીમાં કરિયાણું આપવાની ના કહેતા વેપારી અને તેની પત્નીને બે શખ્સોએ માર માર્યો
મોરબી તાલુકાના જુના આમરણ ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા યુવાન પાસે બે શખ્સોએ બાકીમાં કરિયાણું માંગ્યું હતું ત્યારે બાકીમાં કરિયાણું આપવાની ના કહેતા બે શખ્સોએ યુવાન અને તેની પત્નીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બે શખ્સોને પકડવા તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના આમરણ ગામે રહેતાં અને ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા અમિતભાઈ ભુપતભાઈ સોમૈયા જાતે લોહાણા (ઉંમર ૩૯)ની દુકાને તા ૨૬ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં રાજ ડાંગર અને પરેશ દિલીપભાઈ કાસુન્દ્રા રહે બંને બેલા આમરણ ગામ વાળા બાકીમાં કરિયાણું લેવા માટે આવ્યા હતા ત્યારે બાકીમાં કરિયાણું આપવાની અમિતભાઈએ ના કહી હતી જેથી અમિતભાઈની સાથે બોલાચાલી કરી હતી અને ગાળાગાળી કરી હતી ત્યારબાદ તેને જમણા પગમાં, હાથમાં અને માથાના ભાગે લાકડાના ચોકા વડે માર માર્યો હતો અને રાજ ડાંગરે અમિતભાઈના પત્ની ચેતનાબેન (૩૪)ને માથામાં ધોકો ફટકાર્યો હતો જેથી કરીને બંનેને ઈજાઓ થઈ હતી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી હાલમાં ભોગ બનેલા અમિતભાઈ સોમૈયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજ ડાંગર અને પરેશ દિલીપભાઈની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
