મોરબીના જુના આમરણ ગામે બાકીમાં કરિયાણું આપવાની ના કહેતા વેપારી અને તેની પત્નીને બે શખ્સોએ માર માર્યો
મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં ૧૮,૦૦૦ની રોકડ સાથે નવ ઝડપાયા
SHARE









મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં ૧૮,૦૦૦ની રોકડ સાથે નવ ઝડપાયા
મોરબી શહેરી વિસ્તારની અંદર જુદી જુદી બે જગ્યાએ જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે નવ જુગારીઓની ૧૮ હજાર રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી અને તેની સામે પોલીસે હાલમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ફર્ન હોટલ નજીક આવેલા ટ્રક પાર્કિંગ સ્ટેન્ડમાંથી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા. જેની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફર્ન હોટેલ નજીક ટ્રક પાર્કિંગ સ્ટેન્ડમાં જુગાર રમી રહેલ જેલાજી બીજલજી ઠાકોર (૫૦) રહે.ખારીયાવાસ પલાસણા મોરબી, જામાજી મણાજી ઠાકોર (૪૦) રહે.નાવપાણી તા.પાટડી જી.સુરેન્દ્રનગર, દિનેશ વિશા રાવલ (૪૨) રહે.નાગલપુર જી.મહેસાણા અને અંદરસિંગ ચનુભા ઝાલા જાતે દરબાર (૪૨) રહે.કરણસાગર તા.બેચરાજી જી.મહેસાણા વાળા ચારેય ટ્રક ડ્રાઈવરો ટ્રકના પાર્કિંગ સ્ટેન્ડમાં જુગાર રમતા હોય તેઓની રોકડા રૂા.૧૨,૭૦૦ સાથે ધરપકડ કરી તેઓની વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જયારે જુગારની બીજી રેડ મોરબી શહેરના ગ્રીન ચોકની બાજુમાં આવેલ મોચી શેરી પાસે હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કિશન રમેશભાઈ કૈલા, પંકજ નારણભાઈ કૈલા, કમલેશ મણિલાલભાઈ ચૌહાણ, રાકેશ ભાઈ બુધાભાઈ રાવા અને દીપકભાઈ મનોજભાઈ રાતડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૩૦૦ રૂપિયાની રોકડા કબ્જે કાઈર હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
