મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

માળીયા(મી.) પોલીસે ગેરકાયદે માર મારવાની કોર્ટ સમક્ષ પોલીસ વિરૂધ્ધ ફરીયાદ


SHARE













માળીયા(મી.) પોલીસે ગેરકાયદે માર મારવાની કોર્ટ સમક્ષ પોલીસ વિરૂધ્ધ ફરીયાદ

માળીયા તાલુકાના મોટા દહીંસ૨ા ગામના રહેવાસી કર્મરાજસિંહ મંગળસિહ ઝાલા તથા તેજ ગામના રહેવાસી ક્રિપાલસિંહ વિશુભા જાડેજા વચ્ચે તા.૩-૯-૨૩ ના રોજ મોટા દહીંસ૨ા ગામે રાત્રીના સામસામી મારામારીનો બનાવ બનેલ હોય સદર બનાવમાં કર્મરાજસિંહને બનાવમાં ઈજા થતા મોરબી શ્રીહરી હોસ્પીટલ ખાતે સા૨વા૨મા દાખલ થયેલ અને બીજા દિવસે એટલે કે તા.૪-૯-૨૩ ના રોજ હોસ્પીટલમાંથી રજા આપતા કર્મરાજસિંહ માળીયા પોલીસ સ્ટેશને સદર બનાવના કામે ફરીયાદ આપવા માટે ગયેલ હતા તે સમયે માળીયા પોલીસે આ બનાવમાં સામસામી ફરીયાદ પોલીસે દાખલ કરી સદર બનાવના કામે ક્રોસ ફરીયાદમાં પોલીસે કર્મરાજસિંહને ગુનાના કામે અટકાયત કરેલ અને ગુનો કબુલ ક૨વા લાકડી વડે થર્ડ ડિગ્રીનો ઉપીયોગ કરી ગે૨કાયદેસર માર મારેલ અને આ કર્મરાજસિંહને માળીયાની અદાલતમાં તા.૫-૯-૨૩ ના રોજ રજુ કરતા કર્મરાજસિહ વતી મોરબીના બાહોશ એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઈ) નંદાસણા રોકાયેલ હતા.

માળીયા પોલીસ મથકના વિપુલ ડાંગર તથા રતીલાલ નામના પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશનમાં કાયદો હાથમા લઈને વિના કારણે લાકડી વતી થર્ડ ડિગ્નીનો માર મારેલ તે અંગે માળીયા નામદાર કોર્ટ સમક્ષ ફરીયાદ કરતા નામદાર કોર્ટના જજ એ.કે.સિંધએ ફ૨ીયાદના કામમાં નિવેદન નોંધી તાકીદની અસરથી કર્મરાજસિંહને માળીયા સરકારી દવાખાને સારવાર સબબ તથા ડોકટર સમક્ષ શારીરીક તપાસણીના અર્થે મોકલી આપવા હુકમ કરેલ અને મેડીકલ રીપોર્ટ તાત્કાલીક માળીયાની કોર્ટમા જમા કરાવા હુકમ કરેલ છે.કર્મરાજસિહ મંગળસિહ ઝાલા વતી મોરબીના બાહોશ એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઈ) નંદાસણા રોકાયેલ હતા.પોલીસ સામે માર મારવાની ફરીયાદ નામદાર કોર્ટમાં થતા પોલીસ બેડામાં પણ આ કેસને લઇને ચકચાર મચી જવા પામેલ છે તેમજ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.






Latest News