મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામેથી ૧૪ માસ પહેલા ગોધરાથી ગુમ થયેલ મહિલા મળી આવી


SHARE













મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામેથી ૧૪ માસ પહેલા ગોધરાથી ગુમ થયેલ મહિલા મળી આવી

ટંકારા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સાવડી ગામેથી એક મહિલાને શોધી કાઢી હતી અને આ મહિલા છેલ્લા @૪ મહીનાથી ગોધરાથી ગુમ થયેલી હોય હાલ આગળની તપાસ માટે પંચમહાલ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મહિલાને ગોધરા પોલીસ હવાલે કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


આ અંગે વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ટંકારા પોલીસ ટીમને બાતમી મળી હતી કે ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગુમ થયેલ નિશાબેન દિલીપભાઈ ચેલાણી નામની મહિલા કે જે છેલ્લા ૧૪ માસથી ગુમ છે તે નિશાબેન ચેલાણી હાલ ટંકારાના સાવડી ગામે લાલજીભાઈ ઉર્ફે ઓમ અંબારામભાઈની સાથે રહે છે.જેથી બાતમીના આધારે સાવડી ગામે પહોંચીને તપાસ કરવામાં આવતા હોધરાથી ગુમ થયેલ મહિલા નિશાબેન ચેલાણી ત્યાંથી મળી આવી હતી.જેથી તેણીને હસ્તગત કરીને ગોધરા એ ડીવીઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી હતી.આ કામગીરીમાં ટંકારા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.ધાધલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિજયભાઈ બાર, ભાવેશભાઇ વરમોરા, સિદ્ધરાજસિંહ અર્જુનસિંહ વિગેરેએ કરી હતી.

પિતા-પુત્ર સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ વરીયાનગર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ આરબભાઈ ચાનીયા (ઉંમર ૭૦) અને હનીફભાઈ ઉમરભાઈ ચાનીયા (ઉમર ૪૪) ને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે સોઓરડી વરીયાનગરમાં આવેલ હનુમાન મંદિર પાસે રસ્તા ઉપરના બમ્પમાં બાઈક સ્લીપ થઈ જવાથી બંનેને ઇજા પહોંચી હોય સારવારમાં ખસેડાયા હતા.જે અંગે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારમાં રહેતા ચિરાગ અમૃતભાઈ સાગઠીયા નામના ૩૨ વર્ષના યુવાનને તેના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધ થતા તે દિશામાં આગળની તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News