મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી


SHARE













મોરબીમાં રહેતા માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી

ગુજરાત સરકારના માજી મંત્રી અને મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં મોરબીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બ્રિજેશ મેરજાએ ખોખરા હનુમાનજી હરિધામ ખાતે પ્રખ્યાત કથાકાર કંકેશ્વરી દેવીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સદ્દગુરુ સારસ્વત સમારોહની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વ્યાસપીઠનું પૂજન કર્યું હતું. આ તકે કંકેશ્વરી દેવીજી સાથે સંસ્કૃત પાઠશાળા તેમજ સંસ્થામાં ચાલતી અનેક ધાર્મિક પ્રવૃતિઓ બાબતે ચર્ચા કરી હતી તેમજ સારસ્વતોના પ્રવચનમાં ભાગ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયા સહિતના સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.

ત્યારબાદ કબીરધામ ખાતે આગામી ૩૦ સપ્ટેમ્બરે મોરારી બાપુની રામ કથાના થનાર પ્રારંભ અન્વયે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે રાખેલી આયોજકો અને સ્વયં સેવકોની બેઠકમાં પણ જોડાઈને પોથી યાત્રાના સુચારું આયોજન અંગે દિશા નિર્દેશ કર્યો હતો. જેમાં વિશાલ ઘોડાસરા, રવિ સનાળિયા વગેરે સાથે પરામર્શ કર્યો હતો. અયોધ્યાપૂરી રોડ ઉપર જલારામ મંદિર સામે આવેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના જનસંપર્ક કાર્યાલયે ઉપસ્થિત અગ્રણીઓ રુચિર કારીયા સહિતનાઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. શનાળા રોડ પર આવેલા જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા મહામંત્રીઓ સાથે જિલ્લા પંચાયતના સભ્યોને પક્ષની વ્હીપ આપવાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા અને કારોબારીના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનગ્રાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શોભેશ્વર મંદિરમાં રખાયેલ ભંડારામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચન કર્યા હતા. ત્યારે શોભેશ્વર મંદિરના મહંત અગ્રણીઓ મનુભાઈ, સુરેશભાઈ, ગિરિરાજસિંહ તેમજ બળવંત સનાળિયાની સાથે સમૂહ ભોજનનો પ્રસાદ આરોગ્યો હતો.






Latest News