મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ
Breaking news
Morbi Today

મોરબી માળીયા હાઇવે ઉપર મહિલા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો


SHARE







મોરબી માળીયા હાઇવે ઉપર મહિલા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો

મોરબી માળીયા હાઇવે ઉપર નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપનીની લાઇન નાખવાની કામગીરી ચાલુ છે ત્યાં વૃક્ષો કાપવામાં આવે છે તેવી મહિલા ફોરેસ્ટ ઓફિસરને ફોનથી જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓ ત્યાં ગયા હતા ત્યારે એક શખ્સે તેઓની ઉપર હુમલો કર્યો હતો હતો જેથી અધિકારીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહિલા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શિલુને ફોન ઉપર નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપની દ્વારા લાઈન નાખવાનું કામ ચાલુ છે ત્યાં વૃક્ષો કાપવામાં આવે છે તેવો ફોન આવ્યો હતો જેથી કરીને તેઓ ત્યાં ગયા હતા અને સ્થળ ઉપર કોઈ વૃક્ષો કાપવામાં આવતા ન હતા બીજી તરફ ત્યાં ઉભેલા માથાભારે શખ્સે ત્યાં ગેસ કંપનીનું કામ કરી રહેલા વ્યક્તિની સાથે માથાકૂટ કરી હતી જેથી કરીને મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શિલુ દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં તેનું વિડીયો શૂટિંગ કર્યું હતું જેથી કરીને તે શખ્સે મહિલા અધિકારી ઉપર હુમલો કરેલ હતો અને જપજપી કરી હતી ત્યાર બાદ મહિલા અધિકારીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે 




Latest News