મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

રામકથાની વ્યાસપીઠ ઉપરથી સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું: મોરબી ટ્રેજડી વિક્ટિમ એસો.નો આક્ષેપ


SHARE













રામકથાની વ્યાસપીઠ ઉપરથી સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું: મોરબી ટ્રેજડી વિક્ટિમ એસો.નો આક્ષેપ

મોરારી બાપુએ માનસ શ્રદ્ધાંજલી રામકથાના છેલ્લા દિવસે ઝૂલતા પુલ ઘટનાના અસરગ્રસ્ત પરિવારને મળીને તેની સાથે થયેલ વાત કરતાં કહ્યું હતું કે, જે થવાનું હતું તે થઈ ગયું અને અમારા ઘરમાંથી તો મરી ગયા પણ હવે બધાને પાછા દુખી તેના બાળકો તેની હાજરીમાં દિવાળી ઉજવે તેવું થાય એવું અમે ઈચ્છે છીએ આ વાતને લઈને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોએ ટ્રેજડી વિક્ટિમ એશોશિએશનના હોદેદારો સહિતનાઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે કથાની વ્યાસપીઠ ઉપરથી સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું છે તેવો આક્ષેપ કર્યો છે અને ન્યાય માટે અંતિમ ક્ષણો સુધી આ દેશના કાયદાઓની હદમા રહીને લડતા કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ હતું 

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોએ ટ્રેજડી વિક્ટિમ એશોશિએશન બનાવ્યું છે અને તેના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની સહી સાથે તેઓએ જણાવ્યુ છે કે, તા.૩૦/૧૦/૨૨ ના રોજ મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલ મૃતકોના વાલીઓનુ આ સંગઠન છે જેમા ઝુલતા પુલ દુર્ઘટનામા અવસાન પામેલા ૧૧૨ જેટલા મૃતકોના પરિવારજનો જોડાયેલ છે અને ઝુલતા પુલ દુર્ઘટનામા ચાલી રહેલ ન્યાયિક પ્રક્રિયામા આ માનવ સર્જિત હત્યાકાંડના આરોપીઓને વધુમા વધુ સજા મળે અને ભોગ બનનાર પિડિતોને ન્યાય મળેએ માટે પ્રયત્ન કરવામાં આવે છે

દરમ્યાન મોરબીમાં તા ૮/૧૦/૨૩ ના રોજ મોરબી ખાતે ચાલી રહેલ રામકથામા કથાકાર મોરારીબાપુનો વિડિયો અમોને ડિજિટલ મિડિયાના માધ્યમથી મળ્યો હતો જેમા કથાકાર એવુ કહે છે કે આ કરુણ દુર્ઘટનાના એક પીડિત પરિવારને મળીને વ્યાસપીઠ ઉપરથી જે વાત કરી હતી તેને લઈને રોષની લાગણી વ્યક્ત કરેલ છે અને વધુમાં કહ્યું છે કે, કોઇ એક વ્યક્તિના કહેવાથી વાસ્તવિકતા બદલી જવાની નથી. ૧૩૫ જેટલા મુતકના પરિવાર જનો જેમના જીવનનો આધાર એવા એમના બાળકો, યુવાનો મૃત્યુને ભેટ્યા હતા અને પિડિતોના જીવનમાં છવાયેલ અંધકારના દોષી આ આરોપીઓ છે આ ઘટનામાં માતાના ગર્ભમા રહેલ બાળકથી માંડીને ૧૦ વર્ષ સુધીના ૬૦ જેટલા નિર્દોષ બાળકો અકાળે મૃત્યુ પામ્યા છે

કોઇ કથાકાર જેમનુ કાર્ય સમાજમા સદાચાર, નિતિમતા અને પ્રમાણિકતાની સુવાસ ફેલાવવાનુ છે તેઓ આવા જઘન્ય અપરાધના આરોપીઓને દિવાળી મનાવવા છોડી દેવા જોઇએ આવી વાત વ્યાસપીઠ ઉપરથી કરીને સમગ્ર સમાજને ગેર માર્ગે દોરવાનું કાર્ય કરે છે તેવો આક્ષેપ ટ્રેજડી વિક્ટિમ એશોશિએશનના હોદેદારો સહિતનાઓએ કરેલ છે અને અંતમાં જણાવ્યુ છે કે, મૃતકના પરિવારજનોએ તેમના વહાલસોયાઓના ગુમાવ્યા છે અને ન્યાય માટે અંતિમ ક્ષણો સુધી આ દેશના કાયદાઓની હદમા રહીને લડતા કરવામાં આવશે






Latest News