મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડ: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો


SHARE













વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો તથા કાર આમ કુલ મળીને ૯૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા હાઈવે રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ કાર નંબર જીજે ૧ એચએસ ૦૭૦૧ ગાડીને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂ, ૮૦ હજાર રૂપિયાની કિંમતની કાર અને ૨૦૦૦ ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૯૨,૦૦૦ ના મુદ્દા માલ સાથે વનરાજભાઈ સામતભાઈ મેર જાતે કોળી (૩૨) રહે રેશમિયા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના બગથડા ગામે રહેતા વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા.ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી કે, બગથડા ગામના દેવકરણભાઈ મોહનભાઈ ગામી ગામના ૬૬ વર્ષના આધેડ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે બગથડા અને વાવડી ગામની વચ્ચે તેઓ અકસ્માતે બાઈકમાંથી પડી જતા ઇજા પામેલ છે.જેથી તાલુકા પોલીસ મથકના તે બીટના જમાદાર અર્જુનસિંહ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં
મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા નાનુબેન નરસીભાઈ નામની ૪૩ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને ઘુંટુ ચોકડી પાસેથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ડાબા હાથના ભાગે ઇજાઓ થવાથી નાનુબેનને શહેરની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરી આ બાબતે તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીક દરિયાલાલ હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે વાહન અકસ્માતના બનાવની અંદર સુરેન્દ્રનગરના રામપુરાના રહેવાસી વિષ્ણુભાઈ જીવરાજભાઈ પટેલ નામના ૨૪ વર્ષના યુવાનને અકસ્માતે ઇજા થતા આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.જે અંગે તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.




Latest News