મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં ઘરની પાછળથી ૪૫ બીયર સાથે આરોપીની ધરપકડ


SHARE













મોરબીના ઉમિયાનગરમાં ઘરની પાછળથી ૪૫ બીયર સાથે આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સિરામિક સિટીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેણાંક મકાનની પાછળના ભાગમાં પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી બિયરના ૪૫ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામિક સીટીની પાછળના ભાગમાં ઉમિયાનગરમાં રહેતા હિતેશભાઈ ડાભીના ઘરની પાછળ દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે હિતેશભાઈ ડાભીના રહેણાંક મકાનની પાછળના ભાગમાંથી બિયરના ૪૫ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશભાઈ દેવશીભાઈ ડાભી જાતે અનુ. જાતિ (૨૮) રહે. ઉમિયાનગર મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પાસેથી મળી આવેલ બીયર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે

ફિનાઇલ પીધું

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા ચંદાબેન સુરેશભાઈ દેવીપુજક (૨૦) નામની મહિલાએ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News