મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીની જાણ બહાર કર્મચારીએ દુકાનમાંથી ૯.૫૮ લાખની તમાકુ ચોરીને વેચી નાખી !


SHARE













મોરબીમાં વેપારીની જાણ બહાર કર્મચારીએ દુકાનમાંથી ૯.૫૮ લાખની તમાકુ ચોરીને વેચી નાખી !

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા વેપારીએ તેની દુકાનમાં કામે રાખેલા શખ્સ દ્વારા તમાકુના કાર્ટુનની ચોરી કરવામાં આવેલ છે અને અલગ અલગ ૧૯ જેટલા કાર્ટૂન જેની ૯,૫૮,૭૦૦ ની કિંમત થાય છે તે ફરિયાદીની જાણ બહાર ચોરી કરીને વેચી નાખેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારી દ્વારા હાલમાં તેના કર્મચારી સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રોયલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૨૦૧ માં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ ધમસાણીયા જાતે પટેલ (ઉમર ૪૦) એ હાલમાં જયદીપભાઇ બીપીનભાઈ કાઠીયા રહે.માધાપર હનુમાન ચોક મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની તેની દુકાન છે અને તે દુકાનમાં તેણે આરોપી જયદીપભાઇ કાઠીયાને કામે રાખ્યો હતો અને આરોપીએ ફરિયાદીની જાણ બહાર તેની દુકાનમાંથી તમાકુના અલગ અલગ ૧૯ જેટલા કાર્ટૂનની ચોરી કરીને વેચી નાખેલ છે અને આ તમાકુના કાર્ટુનની કિંમત ૯,૫૮,૭૦૦ રૂપિયા થાય છે જેની ચોરી કરવામાં આવી હોવાથી હાલમાં ભોગ બનેલા દુકાનદાર દ્વારા તેના કર્મચારીની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એમ. મોરી ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ
મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ માનસધામ ખાતે રહેતા જીવણભાઈ ધનજીભાઈ પરમાર (૪૧) નામનો યુવાન મોરબીના લાલપર ગામ પાસે સોરીયો સીરામીક તરફ જતો હતો દરમિયાન રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા યુવાનને હાથ અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી ખાતે રહેતા મકાનભાઈ રવજીભાઈ નકુમને લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વ્યક્તિને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News