માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબી ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટ દ્વારા મારામારીના ગુનાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો


SHARE













મોરબી ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટ દ્વારા મારામારીના ગુનાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો

હાલના કેસની ટૂંકી હકીકત એ છે કે, ફરિયાદી અને તેનો મિત્ર મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારે પાસેથી પસાર થઇને ફરિયાદીને અપશબ્દો કહીને મારામારી કરી ફરિયાદીની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, તથા આરોપીએ ફરિયાદીને પથ્થર વડે માર્યો હતો અને તેના બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું તેથી ફરીયાદીએ ભારતીય દંડ સંહિતાની કલમ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધવેલ.જે કામે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીએ આ કેશમાં બચાવ કરવા મોરબીના યુવા વકીલ જે.ડી.સોલંકીને રોકેલ હતા

આ કેસ મોરબીના ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટમાં ચાલેલ અને આ કેસમાં ફરિયાદી, સાહેદો, પંચો તથા તપાસ કરનાર અધિકારીનો પુરાવો લેવામાં આવેલ તમામ પુરાવા પૂરો થતાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદીએ કે સહેદોએ ફરિયાદને સમર્થન થાય એવો પુરાવો આપેલ નથી પંચો પંચનામા બાબતે કશું જાણતા નથી.પોલીસ દ્વારા જે પુરાવાઓ એકત્રિત કરેલ તે પુરાવાઓથી આ કેસ સાબિત થતો ન હોય ફરીયાદ પક્ષ દ્વારા કેસ વ્યાજબી શંકાથી આગળ સાબિત કરી શકેલ ન હોય.જેથી આરોપીને નિર્દોષ છોડવા બચાવ પક્ષના યુવા વકીલ જે.ડી.સોલંકીએ કાયદાકીય દલીલ કરેલ. બચાવ પક્ષે કરેલ દલીલ માન્ય રાખી મોરબીના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારને આ કેસમાં નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News