માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ખોખરા હનુમાનજી ખાતે આવલી સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે ઉજવાયો


SHARE













મોરબીમાં ખોખરા હનુમાનજી ખાતે આવલી સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે ઉજવાયો

વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસઅન્વયે મોરબીના ખોખરા હનુમાનજી ખાતે આવેલી શ્રી સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આપતિ વ્યવસ્થાપન વિશે માહિતગાર કરી વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ઑક્ટોબરમાં વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડેતરીકે મનાવવામાં આવે છે. કુદરતી તેમજ માનવ સર્જીત આફત જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડુ, અકસ્માત, આગ, રોગચાળો વગેરે જેવી આપત્તીઓ સંપુર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતા તેમજ પુર્વ તૈયારીથી આવી આફતથી થતી જાનમાલની નુકશાનીમાં ઘટાડો કરી શકાય છે. આ દિવસની ઉજવણી અન્વયે વિશ્વભરમાં લોકોને આપત્તિઓ અને જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’-૨૦૨૩ની થીમ સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું’ (Fighting inequality for a resilient future) રાખવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ખોખરા હનુમાન ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળાના ૬૫ ઋષિકુમારોને આપત્તિ નિવારણ અંગેનું માર્ગદર્શન, અગ્નિશામક યંત્રનો ઉપયોગ અને ૧૦૮ ઇમર્જન્સી સેવાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી ડીઝાસ્ટર વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, મોરબી ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, ૧૦૮ ઇમર્જન્સી સર્વિસના કર્મચારી, સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ દિપક મહેતા અને શિક્ષકઓએ હાજર રહી ઋષિકુમારોને માહિતી પુરી પડી હતી.






Latest News