મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ટંકારા નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું


SHARE









ટંકારા નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું

ભારતીય ખેતી હવે પરંપરાગત ખેતીમાંથી આધુનિક ખેતી તરફ આગળ વધતી જાય છે. જેનું આગવું ઉદાહરણ છે ખેત સામગ્રીમાં આધુનિક ખેત સાધનોના ઉપયોગથી ટેક્નોલોજી આધારીત ખેતી. હાલ ભારતના ખેડૂતોએ ખેતીમાં આધુનિકરણ સ્વીકાર્યું છે અને સરકાર પણ આ માટે ખેડૂતોને અવાર-નવાર તાલીમ આપી તેને માર્ગદર્શનની સાથે સહાય પણ આપે છે તેમજ ખેડૂતો પાસેથી અભિપ્રાય પણ લે છે. ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી અને કૃષિ ઇજનેરી કોલેજ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા કપાસ અને મરચીના પાકમાં જીવાત નિયંત્રણ માટે જંતુનાશક દવા બિવેરિયાના છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજુ-બાજુના ગામના મળીને ૫૦ જેટલા ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો. આ નિદર્શનમાં ડ્રોન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપી મિત્રો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો જેથી આ ડ્રોન ટેકનોલોજીમાં ખેડૂતની જરૂરિયાત મુજબના સુધારા વધારા કરી વ્યહવારું બનાવી શકાય. આ નિદર્શનમં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું




Latest News