મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરની પાછળ જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE







વાંકાનેરમાં મંદિરની પાછળ જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

વાંકાનેર શહેરમાં આવેલ ફળેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૦,૧૫૦ ની રોકડ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ ફળેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવા અંગેની વાંકાનેર સીટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મુકેશભાઈ નાજાભાઇ ગોહેલ જાતે ભરવાડ (૩૨), ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી જાતે દેવીપુજક (૪૧ અને રવજીભાઈ ઠાકરશીભાઈ ઉભડિયા જાતે પ્રજાપતિ (૪૯) રહે બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જે કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૧૫૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૫૨૦ ની કિંમતની દારૂની બોટલ સાથે હરેશભાઈ પ્રાણજીવનભાઈ રૂપાલા જાતે પટેલ (૩૯) રહે અંદરણા વાળાની ધરપકડ કરે છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે  






Latest News