હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી : મળિયા(મિં.)ની રેફરલ હોસ્પિટલમાં દવાનો જથ્થો અપુરતો હોય સ્ટોક  ફાળવવા માંગ


SHARE

















મોરબી : મળિયા(મિં.)ની રેફરલ હોસ્પિટલમાં દવાનો જથ્થો અપુરતો હોય સ્ટોક  ફાળવવા માંગ

મોરબી જીલ્લાના માળિયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા ખાલી હતી તે બાબતે અગાઉ કરાયેલ રજૂઆતને પગલે ત્યાં ડોકટરની નિમણુક કરવામાં આવી તે બદલ રાજય સરકારનો લોકોવતી અભાર માનતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમાં રજૂઆત કરીને માળીયા(મિં.) ની સિવિલમાં દવાનો સ્ટોક ન હોય લોકોના હિત ખાતર સત્વરે ત્યાં દવાનો સ્ટોક ફાળવવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરેલ છે.

હાલમાં માળીયાની હોસ્પિટલમાં દવાનો સ્ટોક બિલકુલ ખલાસ છે.ત્યાં સુધીની ખરાબ હાલત છેકે પાટાપીંડીનો સામાન એટલે કે ડ્રેસિંગ માટેનો સમાન પણ ઉપલબ્ધ નથી..!!  તો તાત્કાલિક દવાનો સ્ટોક ફાળવીને ત્યાં પહોંચતો કરવા જરૂરી છે. માળિયા તાલુકો હંમેશા ઓરમયાવર્તનનો ભોગ બનેલ છે.નવા મુખ્યમંત્રી આવ્યા પછી ગુજરાતવાસીઓની જેમ આ વિસ્તારના લોકોને પણ આશા બંધાણી છે કે નવી સરકાર આ ગંભીર બાબતે યોગ્ય પગલા લેશે જોકે આ આશા ફળે છેકે ઠગારી જ નિવડે છે તે આગામી સમય જ બતાવશે.




Latest News