હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓએ એક દિવસીય પ્રતિક ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી


SHARE

















મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓએ એક દિવસીય પ્રતિક ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ તલાટીઓએ આજથી સરકાર સામે પડતર પ્રશ્ને મોરચો મંડયો છે. જેમાં આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને સવાર થી ધરણા કરી રહા છે.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭ સપ્ટેમ્બરના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવારની રજુઆતો છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા.૭ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં કરવાના થતાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે. જે દરમિયાન આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને તાલુકા પંચાયત ખાતે મંડપ નીચે ધરણા યોજયા હતા અને પડતર માંગણીઓ મુદદે સરકાર ધ્યાન આપે તેવી લાગણી વ્યકત કરી હતી.




Latest News