માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાછળ તલાવડીમાંથી યુવકની લાશ મળી


SHARE

















મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાછળ તલાવડીમાંથી યુવકની લાશ મળી

મોરબીના કંડલા બાયપાસ ઉપર મચ્છુ-૩ ડેમ પાસે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પાછળ તલાવડીમાંથી ગઇકાલે યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં લાશને ફોરેન્સીક તપાસ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો તેમજ તપાસ અધિકારી એમ.એલ.બારૈયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ ખાખરાવાળી મેલડી માતાના મંદિર જવાના રસ્તે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પાછળ પાણી ભરેલી તલાવડીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. જેથી મોરબી પાલિકાના ફાયરબ્રિગેડના લીડીંગ ફાયરમેન મહાદેવજી સવજીભાઈ ઠાકોર, ફાયરમેન  સંજયભાઈ, ભાગ્યરાજસિંહ, કિશનભાઇ જોશી, દર્શનભાઈ, મહેન્દ્રભાઈ સહિતના સ્ટાફે મૃતદેહને બહાર કાઢયો હતો. બાદમાં પોલીસે તપાસ હાથ ધરતા ખૂલ્યું હતુ કે મૃતકનું નામ સુનિલભાઇ દલપતભાઈ માયાભાઈ ગૌસ્વામી જાતે બાવાજી (ઉમર ૨૮) મૂળ રહે.નવા નાગરપુરા તા.વડગામ જી.બનાસકાંઠા હાલ રહે.મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે હોવાનું ખૂલ્યું અને ત્યાં કૃષી વિજ્ઞાન કેન્દ્રમાં જ ખેતમજુરીનું કામ કરતો હતો અને કોઈ કારણોસર તે તલાવડીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી સુનીલ દલપતભાઇ ગૌસ્વામીનું મોત નીપજયું હતું.હાલ બનાવની ખરી હકીકત સુધી પહોંચવા કોહવાઇ ગયેલ મૃતદેહને ફોરેન્સીક તપાસ અર્થે રાજકોટ ખસેડીને મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આગળની તપાસ હાથ ધરેલ છે.

રીક્ષા પલ્ટી જતાં માતા-પુત્રીને ઇજા

મોરબીના રહેવાસી ભારતીબેન મનસુખભાઈ ઠાકોર (૨૮) અને તેમની દીકરી દિવ્યા મનસુખભાઈ ઠાકોર (૫) રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે હળવદ ચોકડી પાસે રિક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા માતા-પુત્રીને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક આવેલા પ્રેમજીનગરમાં રહેતા પારૂલબેન જયંતીભાઈ સેખવા નામની ૪૨ વર્ષીય મહિલાને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News