મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના દાદાશ્રીનગર ગામે ઘરમાંથી ૩૫ ગામ સોનાના દાગીના-રોકડ સહિત ૨.૨૨ લાખના મુદામાલની ચોરી


SHARE













મોરબીના દાદાશ્રીનગર ગામે ઘરમાંથી ૩૫ ગામ સોનાના દાગીના-રોકડ સહિત ૨.૨૨ લાખના મુદામાલની ચોરી

મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે રહેતા આધેડનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરીને કબાટના બારણા ચાવી વડે ખોલીને તિજોરીમાં રાખવામાં આવેલા કુલ મળીને ૩૫ ગ્રામના સોનાના દાગીના તથા એક લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૨,૨૨,૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિસાવડી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના દાદાશ્રીનગર ખાતે રહેતા ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામી જાતે બાબાજી (૫૦)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૪/૧૦ ના રોજ તેઓનું ઘર બંધ કરીને તે પોતાના પત્ની શોભનાબેન સાથે મહેસાણા જિલ્લાના નાની કડી ગામે તેના સાઢુભાઈના ઘરે તેના દીકરા ભાર્ગવે ઓપરેશન કરાવેલું હોવાથી તેની ખબર કાઢવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ તા ૧૬ ના રોજ પાછા આવી ગયા હતા જોકે ઘરે આવીને ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને ઘરમાં ગયા હતા ત્યારે બેડ રૂમના દરવાજાનું તાળું ખુલ્લું હતું જેથી તાળું મારતા ભૂલી ગયા હશું તેવું સમજીને જે તે સમયે રૂટિન કામકાજમાં લાગી ગયા હતા જોકે ગત તા. ૨૩/૧૦ ના રોજ તેઓના વતન વિસાવડી ગામે માતાજીના નિવેદ હોવાથી ત્યાં જવા માટે થઈને બેડરૂમમાં રાખેલ કબાટમાંથી રોકડા રૂપિયા કાઢવા માટે થઈને તેઓએ જે જગ્યાએ ચાવી મૂકી હતી ત્યાં ચાવી શોધતા હતા પરંતુ ચાવી મળી ન હતી જેથી કરીને તેને પોતાના પત્ની પાસેથી કબાટની બીજી ચાવી લઈને કબાટમાં તિજોરીનો લોક ખોલ્યો હતો ત્યારે કબાટમાં રાખેલા એક લાખ પાંચ હજાર રૂપિયામાંથી માત્ર પાંચ હજાર રૂપિયા હતા અને એક લાખ રૂપિયા તિજોરીમાં હતા નહીં તેમજ તેમના સોનાના દાગીના જેમાં સોનાની ચાર વીટી, સોનાનો ચેન અને ચગદૂ, સોનાની ઝુમ્મર બુટ્ટી, સોનાની ચાર નંગ બીજી બુટ્ટી તેમજ સોનાનું લોકેટ આમ કુલ મળીને ૩૫ ગ્રામ સોનાના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા ન હોવાથી ભોગ બનેલા આધેડ દ્વારા તેઓના ઘરમાંથી ૨,૨૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે






Latest News