મોરબીમાં ગઢની રાંગે હિસાબના પૈસા આપવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત ચાર શ્ખ્સોએ માર માર્યો
વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ સાથે કમળાપુરનો શખ્સ ઝડપાયો
SHARE









વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ સાથે કમળાપુરનો શખ્સ ઝડપાયો
વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકા નજીક મુરલીધર હોટલ પાસેથી પોલીસે ગેરકાયદે પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને હાલમાં તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકા નજીક મુરલીધર હોટલ સામે રોડ ઉપરથી મોરબી એલસીબીની ટીમ દ્વારા રમેશ નાથાભાઈ વાઘાણી જાતે કોળી (ઉંમર વર્ષ ૩૧) રહે કમળાપુર તાલુકો જસદણ વાળાની ગેરકાયદેસર પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી અને હાલમાં પોલીસે તેની પાસેથી ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને તેની અટકાયત કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.
