મોરબીના આમરણ ગામે બાકીમાં કરિયાણું માંગી વેપારી દંપતીને માર મારનાર બેની ધરપકડ, વેપારીઓએ સજ્જડ બંધ પાડયાની અસર
SHARE









મોરબીના આમરણ ગામે બાકીમાં કરિયાણું માંગી વેપારી દંપતીને માર મારનાર બેની ધરપકડ, વેપારીઓએ સજ્જડ બંધ પાડયાની અસર
મોરબીના જુના આમરણ ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા યુવાન પાસે બે શખ્સોએ બાકીમાં કરિયાણું માંગ્યું હતું ત્યારે બાકીમાં કરિયાણું આપવાની વેપારીએ ના કહેતા બે શખ્સોએ યુવાન અને તેની પત્નીને માર માર્યો હતો બાદમાં તાલુકા પોલીસમાં બે સામે ફરિયાદ નોંધાવાઇ હતી અને ગામમાં વધી રહેલ લુખ્ખાગીરીના વિરોધમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડીને આકરા પગલાની માંગ કરી હતી ત્યારે બનાવના એક સપ્તાહ બાદ પોલીસે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે શખ્સોને પકડી પાડીને આગળની તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના જુના આમરણ ગામે રહેતાં અને ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા અમિતભાઈ ભુપતભાઈ સોમૈયા જાતે લોહાણા (ઉંમર ૩૯) ની દુકાને ગત તા.૨૬-૯ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં રાજ ડાંગર અને પરેશ દિલીપભાઈ કાસુન્દ્રા રહે.બંને બેલા (આમરણ) તા.જી.મોરબીવાળા બાકીમાં કરિયાણું લેવા માટે આવ્યા હતા ત્યારે બાકીમાં કરિયાણું આપવાની અમિતભાઈએ ના કહેતા અમિતભાઈ સાથે બોલાચાલી કરીને ગાળાગાળી કર્યા બાદ તેને જમણા પગમાં, હાથમાં અને માથાના ભાગે લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને રાજ ડાંગરે અમિતભાઈના પત્ની ચેતનાબેન (૩૪) ને માથામાં ધોકો ફટકાર્યો હતો..! જેથી કરીને બંનેને ઈજાઓ થઈ હતી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આવી લુખ્ખાગીરીના વિરોધમાં ગામના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પણ વ્યકત કર્યો હતો.ભોગ બનેલા અમિતભાઈ સોમૈયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજ ઉર્ફે ભયલુ નાગદાન ડાંગર (૨૪) અને પરેશ દિલીપ કાસુંન્દ્રા (૨૫) રહે.બંને બેલા(આમરણ) સામે ફરિયાદ નોંધાવેલ હોય અંતે બનાવના એક સપ્તાહ બાદ પોલીસે રાજ અને પંકજની ધરપકડ કરેલ છે.
મહીલા-સગીર સારવારમાં
મોરબીના રાજકોટ હાઇવે ઉપર લજાઇ ગામ પાસે ધરતીધન હોટલ નજીક રહેતા સંગીતાબેન કાળુભાઈ પસાયા નામની ૨૮ વર્ષીય મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના ચરાડા ગામે રવિન શિવરાજભાઈ ટીલાવા નામના ૧૫ વર્ષીય સગીરને પણ સાપ કરડી ગયેલ હોય તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
