મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી-માથક વચ્ચે કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી  સારવારમાં


SHARE











હળવદના ચુંપણી-માથક વચ્ચે કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી  સારવારમાં

હળવદ તાલુકાના ચુંપણી ગામે રહેતો યુવાન તેની પત્નીને બાઈકમાં બેસાડીને ડબલ સવારી બાઈક લઈને ચુંપણીથી હળવદ તરફ જઈ રહ્યા હતા ત્યારે માથક ગામ પાસે કાર ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં દંપતીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટે બંનેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુંપણી ગામે રહેતા ધનાભાઈ સવાભાઈ દેવીપુજક (૨૧) અને તેના પત્ની હેતલબેન ધનાભાઈ દેવીપુજક (૨૧) ચુંપણી ગામેથી હળવદ તરફ બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ચુંપણી અને માથક રોડ ઉપર કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ધનાભાઈ અને હેતલબેનને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બંનેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, અકસ્માતનો બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બાઇક સ્લીપ

વાંકાનેર તાલુકાના લાકડધાર પાસે માટેલ રોડ ઉપરથી મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો તેજસકુમાર રજનીભાઈ વાછાણી (૨૧) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે




Latest News