હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલિકા પ્લોટમાં રેડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ૪૯૨ બોટલ દારૂ મળ્યો, દારૂ-કાર મળી ૩.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત : બુટલેગરની શોધખોળ શરૂ


SHARE













મોરબીમાં કાલિકા પ્લોટમાં રેડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ૪૯૨ બોટલ દારૂ મળ્યો, દારૂ-કાર મળી ૩.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત : બુટલેગરની શોધખોળ શરૂ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના રહેણાક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી જુદી જુદી બે બ્રાન્ડની કુલ મળીને ૪૯૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી રૂા.૧,૬૨,૬૦૦ ની કિંમતનો દારૂ તથા રૂપિયા બે લાખની કિંમતની એસયુવી કાર એમ કુલ મળીને રૂા.૩,૬૨,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર-૨ માં રહેતા અસ્લમ સલીમભાઈ ચાનીયા નામના ઇસમના મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે તેવી બાતમી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ રાજદિપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળી હતી જેના આધારે ઉપરી અધીતારીઓને વાકેફ કરીને ત્યાં રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી.આજે તા.૨૫-૧૨ ના વહેલી સવારે ચારેક વાગ્યે કરવામાં આવેલી રેડ દરમિયાન બુટલેગર અસ્લમ ચાનીયાના રહેણાંક મકાનમાંથી બે જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૪૯૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી હાલમાં રૂપિયા ૧,૬૨,૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા રૂપિયા બે લાખની કિંમતની એસયુની કાર નંબર જીજે ૧ આરએસ ૧૭૭૧ જપ્ત કરવામાં આવેલ છે.હાલમાં કુલ મળીને રૂા.૩,૬૨,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ એ ડિવિઝન પોલીસે પકડી પડ્યો છે અને બુટલેગર અસ્લમ ચાનિયાની સામે એ ડિનિઝન પોલીસ મથકમાં ગુનો નોંધીને તેને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.આ કેસની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ આર.પી.રાણા ચલાવી રહ્યા છે.આ દારૂનો જથ્થો બુટલેગર કોની પાસેથી લાવ્યો હતો..? અને કોને વેચવાનો હતો..? અને કોણ કોણ સંડોવાયેલ છે તે હાલ તપાસનો વિષય છે.

મનીલોન્ડરીંગના ગુનામાં કાર્યવાહી

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે વ્યાજ વટાવ અને મની લોન્ડરીંગ સબબ ગુનો દાખલ કરાયો હતો અને આ ગુનાની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સોંદરવા ચલાવી રહ્યા હોય તેઓએ આ કેસની અંદર આરોપી ભરત નારણ કાલરીયા પટેલ (૪૨) રહે શ્રીરામ વિલાસ એપાર્ટમેન્ટ નવજીવન સોસાયટી આલાપ રોડ રવાપર રોડ મોરબી મૂળ ઉંચી માંડલ તા. મોરબી વાળાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને આ ગુનો સાત વર્ષથી ઓછી સજાનો હોવાથી તેઓને નોટિસ આપીને હાલ જામીન મુક્ત કરાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ હરિભાઈ ચાવડા નામના ૭૫ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં તેઓને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News