મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ મેટાડોરના રીપેરીંગ સમયે પાછળથી ટેન્કર અથડાતાં અકસ્માતમાં ચારને ઇજા: ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં બંધ મેટાડોરના રીપેરીંગ સમયે પાછળથી ટેન્કર અથડાતાં અકસ્માતમાં ચારને ઇજા: ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે ચાર દિવસ પહેલા સાંજે ચારેક વાગ્યે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બંધ પડેલા મેટાડોરને ત્રણ લોકો રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરના ચાલકે મેટાડોરની પાછળ પોતાનું વાહન અથડાવી દેતા મેટાડોર રીપેરીંગનું કામ કરી રહેલા ત્રણ તથા ટેન્કર ચાલકને એમ કુલ ચાર લોકોને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં હાલમાં ગેરેજ વાળાએ ટેન્કરના ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત્તો પ્રમાણે મોરબીના વીસીપારમાં બિલાલી મસ્જિદ પાસે રહેતા સાબિરભાઇ સલિમભાઇ ચાનીયા જાતે સંધી (૨૫)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં માયારામભાઇ રામગતીભાઇ વર્મા જાતે પટેલ (૫૭) રહે. ઉર્ફરોલી થાના જલાલપુર જીલ્લો આંબેડકરનગર ઉતરપ્રદેશ વાળાની સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે આરોપી ટેન્કરના ચાલકે બંધ પડેલા અને રીપેરીંગ કામ થઈ રહેલા મેટાડોરની પાછળ પોતાનું ટેન્કર અથડાવી દીધું હતું અને બે બાઈક તથા મેટાડોરને હડફેટે લીધા હતા અને ત્યાર બાદ પોતાનું ટેન્કર ડિવાઈડર ઉપર રહેલ ગ્રીલ સાથે અથડાવ્યૂ હતું ત્યારે ટેન્કરના ચાલક માયારામ રામગત વર્મા (૫૭) હાલ રહે. ગાંધીધામ કચ્છ મૂળ રહે યુપી, મેટાડોર રીપેરીંગનું કામકાજ કરી રહેલા શુભમ જગદીશ રાજગોર પુરોહિત (૧૭) રહે. ટીંબડી તાલુકો મોરબી, ફરિયાદી સબ્બીર સલીમભાઇ ચાનિયા (૨૪) રહે. વીસીપરા મોરબી અને દાનાભાઈ ભાણાભાઈ ભરવાડ (૨૫) રહે. રેસ્ટર્ન ગેરેજ સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કરના ચાલકની સામે ગુનો નોંધીને આરોપી માયારામભાઇ રામગતીભાઇ વર્મા જાતે પટેલ (૫૭) રહે. ઉર્ફરોલી થાના જલાલપુર જીલ્લો આંબેડકરનગર ઉતરપ્રદેશ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News