મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ મી ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૭ વર્ષથી નાતાલના દિવસે આ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ આઠમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન અર્પણ, Instaagraam Awarenees, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન વિગેરે કાર્યક્રમ યોજાયા હતા આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ અને પ્રદર્શની રાખવામા આવી હતી અને સાર્થક વિદ્યામંદિરમાં તુલસી દિવસ નિમિત્તે આજે વૈદિક પેરેન્ટિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સહયોગથી સાર્થક વિદ્યામંદિરમાં વૈદિક પેરેન્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ અવેરનેસ માટેનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. અને સમાજસેવામાં જે સારું કાર્ય કરી રહ્યા છે તેવા લોકોને દર વર્ષે તુલસી દિવસે સાર્થક વિદ્યામંદિર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે યાદીમાં જણાવ્યૂ છે




Latest News