મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આગંડીયા પેઢીના ૩.૯૦ લાખ લૂંટનાર બે લૂંટારુઓ ૧૨ મી સુધી રિમાન્ડ ઉપર


SHARE

















મોરબીમાં આગંડીયા પેઢીના ૩.૯૦ લાખ લૂંટનાર બે લૂંટારુઓ ૧૨ મી સુધી રિમાન્ડ ઉપર

મોરબી રવાપર રોડ ઉપર આવેલ લીલાલહેરની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવીને આંખમાં મરચાની ભુકી છાંટીને લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં સંડોવાયેલા શખ્સોને દિલ્હીમાં હથિયાર સાથે પકડવામાં આવેલ હતા જેથી કરીને પોલીસે આ આરોપીઓનો ત્યાથી કબજો લઈને આજે બને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે તેના આગામી ૧૨મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આરોપીઓ પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા ૩.૯૦ લાખ રિકવર કર્યા છે


મોરબી પંચાસર રોડ ઉપર સરદાર હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયાની લીલા લહેર પાસે મોટર સાયકલ પર આવેલ બે શ્ખ્સોએ મરચાની ભુકી છાંટી લુંટ કરી હતી અને ત્યારે તેને પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી તેને માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી અને અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હતા જેથી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

આ ગુનામ સંડોવાયેલ જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ (૨૫) રહે. મૂળ બંગાવડી હાલમાં રહે શનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે રાધે એપાર્ટમેન્ટ અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત (૩૦) રહે. હાલ નાગલકા તાલુકો સુરેન્દ્રનગર મુળ રહે શંકરગઢ પ્રયાગરાજ યુપી વાળા દિલ્હીમાં હથિયાર સાથે ઝડપાયા હતા જેથી ત્યાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેતે સમયે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓનો કબજો લઈને આરોપીના રિમાન્ડ લેવા કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના તા ૧૨ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને તેની પાસેથી ૩.૯૦ લાખ રિકવર કર્યા છે અને ગુનામાં વપરાયેલ બાઇક તેમજ હથિયાર પણ પોલીસે કબ્જે કર્યું છે




Latest News