મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

હળવદમા કોર્ટ બહાર ફાયરીંગ, ધારીયા- છરી વડે હુમલો: બે ઇજાગ્રસ્ત સારવારમાં 


SHARE









હળવદમા કોર્ટ બહાર ફાયરીંગ, ધારીયા- છરી વડે હુમલો: બે ઇજાગ્રસ્ત સારવારમાં 

મોરબી જિલ્લામાં હળવદમાં કોર્ટની બહારના ભાગમાં કોર્ટની મુદ્દે આવેલા બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ કર્યા બાદ છરી અને ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવવા અંગેની હળવદ તાલુકા પોલીસ જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે હુમલાખોરો હુમલો કરીને ઘટના સ્થળેથી નાસી ગયા છે જેથી કરીને પોલીસે ઇજા પામેલા વ્યક્તિઓની ફરિયાદ લેવા માટે તેને તજવીજ હાથ ધરીઓનું જાણવા મળી ગયું છે

હળવદમામાં મામલતદાર ઓફિસની બાજુમાં જ હળવદ કોર્ટ આવેલ છે ત્યા મુદતે આવેલા દેવળીયા ગામના પ્રદ્યુમ્નસિંહ દસરથસિંહ પરમાર અને પંકજસિંહ દસરથસિંહ પરમાર નામના બે સગાભાઈ ઉપર કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી બહાર નીકળતા જ કારમાં ધસી આવેલ પાંચથી છ શખ્સ ધારીયા, છરી અને બંદૂક સાથે હુમલો કર્યો હતો ત્યારે ફાયરીંગ પણ કરાયુ હતુ અને ત્યાર બાદ ધરીયા અને છરી લઈને તૂટી પડતા બન્ને ભાઇ ઇજાગ્રસ્ત બન્યા હતા. અને હુમલાખોર પાસેથી એક ઇજાગ્રસ્ત યુવાન બંદૂક ઝુંટવીને જીવ બચાવવા કોર્ટમાં દોડી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને લોકોના ટોળા પણ કોર્ટ ખાતે ઉમટી પડયા હતા. આ ઘટના બાદ દેવળીયા ગામના હુમલાખોરો નાસી ગયા હતા અને બન્ને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અને ઈજાગ્રસ્તો ની ફરિયાદ લેવા માટે હળવદ તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News