મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં દાઝી ગયોલા આધેડનું પણ સારવારમાં મોત: કુલ મૃત્યુ આંક ત્રણ


SHARE









મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં દાઝી ગયોલા આધેડનું પણ સારવારમાં મોત: કુલ મૃત્યુ આંક ત્રણ

મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઈવા સિન્થેટિક નામના કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર રહેલ કારખાનાના મેનેજર, ટેક્નિશિયન અને સૂપર વાઇઝર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી જેથી આ અંગે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારે બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને એક વ્યક્તિને ઇજા પામેલ હાલતમાં બહાર કાઢીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જે આધેડનું પણ રાજકોટ ખાતો સારવારમાં મોત થયુ છે

મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઇવા સિન્થેટિક નામના કારખાનાના બોઇલર વિભાગની અંદર ગત તા ૧૨/૧૨ ના રોજ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાની સાથે જ ત્યાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હતા અને કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને આ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને ત્રણ ફાયર ફાઈટરને ઘટના મોકલીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જો કે, કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (૪૦) તેમજ ઉપલેટા તાલુકાનાં કોલકી ગામના રહેવાસી હિતેશભાઇ મનસુખભાઇ ડેડકીયા (૩૭) નામના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને કારખાનાના સુપરવાઇઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા જાતે દરજી (૫૦) રહે. માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળા દાઝી જતા તેને સારવારમાં રાજકોટ ખસેડયા હતા ત્યાં સારવાર દરમિયાન નીતિનભાઈ ધામેચા નું આજે મોત નીપજ્યું છે જેથી કરીને બગથળા ગામ પાસે આવેલ કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની આ દુર્ઘટનામાં કુલ મળીને અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને હાલમાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતિનભાઈ ધામેચાનું મોત થયું હોવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં જાણવા મળી રહ્યું છે




Latest News