મોરબી કાલીકા પ્લોટ વિસ્તારમાંથી પીસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો
SHARE









મોરબી કાલીકા પ્લોટ વિસ્તારમાંથી પીસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો
મોરબી જિલ્લાના જુદાજુદા એરિયમાથી છેલ્લા દિવસોમાં પોલીસે પાંચ જેટલી ફટકડી સાથે આરોપીને પકડ્યા છે તેવામાં ગઇકાલે મોડી સાંજે મોરબી કાલીકા પ્લોટ વિસ્તારમાં એ.જે. કંપનીની પાછળના ભાગમાં ઉભેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની મેગ્જીન વાળી એક પીસ્તોલ અને અકે કાર્ટીઝ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે ૧૦૧૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સિટી એ ડિવિઝનના પીઆઇ બી.પી. સોનારા તથા સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે ત્યારે પેટ્રોલીંગ દરમ્યાન આશીફભાઇ ચાણકીયા, ભાનુભાઇ બાલાસરા તથા સમરથસિંહ ઝાલાને ખાનગીરાહે સંયુકત હકિકત મળેલ હતી કે, રેનીશ ઉર્ફે ભાણો ફીરોજભાઇ અંદાણી રહે. કાલીકા પ્લોટ શેરી નં.૨ વાળો કાલીકા પ્લોટ એ.જે.કંપનીની પાછળના ભાગે ચોકમાં ઉભેલ છે અને તેની પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ છે જેથી પોલીસે ત્યાં જઈને રેનીશ ઉર્ફે ભાણો ફીરોજભાઇ અંદાણીને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની મેજીન વાળી એક પીસ્તોલ અને એક કાર્ટીઝ મળતા પોલીસે ૧૦,૧૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરેલ છે અને તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ -૨૫ (૧બી) એ મુજબ ગુન્હો નોધવામાં આવેલ છે અને આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ એસ.એમ.રાણા, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, આશિફભાઇ ચાણકીયા, સમરથસિંહ ઝાલા અને ભરતભાઇ હુંબલએ કરેલ છે
