મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે સિટી બસના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીના લીલાપર રોડે સિટી બસના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતો યુવાન બાઇક લઈને લીલાપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોરબીમાં ચાલતી સીટી બસના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતા વિશાલ વિનોદભાઈ (૨૦) નામનો યુવાન પોતાનું બાઈક લઈને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફખરી પાર્ક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં મોરબીમાં ચાલતી સીટી બસના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વિશાલને ઇજાઓ થઈ હોવાથી ૧૦૮ મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક પાસે રીક્ષા પલટી મરી ગઈ હતી જેથી કરીને રમેશભાઈ કેરસિંગ અલાને (૨૦) અને પ્રકાશ ચંદુભાઈ સીતાપરા (૩૫) નામના બે યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News