મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ


SHARE









મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ

દરવર્ષે મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદાજુદા જીલ્લામાંથી ભાગ લેવા માટે કલાકારો આવ્યા હતા અને તેઓએ તેની કૃતિ જજ અને શ્રોતાઓની સામે રજુ કરી હતી જેમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા કલાકારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લાલજીભાઇ મહેતા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ઘનશ્યામસિંહ ઝાલા, તરૂણભાઈ નાગદા, રામભાઇ મહેતા, બળવંતભાઈ ભટ્ટ, મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, પત્રકાર જિજ્ઞેશભાઈ ભટ્ટ, સુરેશભાઇ ગોસ્વામી, પાર્થભાઈ પટેલ અને રજાકભાઈ બુખારી સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે કલાકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન છેલ્લા ૧૯ વર્ષથી કરવામાં આવે છે અને આ વર્ષે મોરબીમાં આવેલ દશાશ્રી માળીની વાડીમાં કોમ્પીટેશન રાખી હતી જેમા ૬ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ, રામભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા તેમજ તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News