મોરબી લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓએ માટે જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો
મોરબીની ઘાંચી શેરીમાથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
SHARE









મોરબીની ઘાંચી શેરીમાથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના નવાડેલા રોડ પાસે આવેલ ઘાંચી શેરી નજીકથી પસાર થતા યુવાને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસ ૧૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરી યુવકની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવાડેલા રોડ પાસે આવેલ ઘાંચી શેરી વિસ્તારમાં મસ્જિદ નજીક પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતા યુવાનને રોકીને તલાશી લેતા તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને સાજીદ ઉર્ફે ચિત્તો કાદરભાઈ લધાણી જાતે મિયાણા (૨૧) રહે, મહેન્દ્રપરા શેરી નંબર-૧૪ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે
અકસ્માત
મોરબી નજીક નાની વાવડી ગામે આવેલ જમ્બો પાર્કમાં ખોડીયાર સોસાયટીની અંદર રહેતા અને એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરતા શૈલેષભાઈ રમણીકભાઈ રાવલ (૪૧) મોરબી જીલ્લાના વાંકાનેર નજીક આવેલ નાના જડેશ્વર પાસેથી પોતાનું બાઇક નંબર જીજે ૩ એક્યુ ૯૩૦૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં બાઇક લઇને આવેલા શખ્સે પોતાનું બાઇક તેઓના બાઇક સાથે અથડાવ્યું હતું જેથી કરીને શૈલેષભાઇને હાથે પગે ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં શૈલેષભાઈ એ બાઇક નંબર જીજે ૩ ઇકે ૪૨૮૯ ના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
