મોરબીમાં નવલી નવરાત્રીમાં અર્વાચીન ગરબીમાં ભક્તિ સાથે ગરબે ઘુમવા માટે બાળાઓ તૈયાર
SHARE









મોરબીમાં નવલી નવરાત્રીમાં અર્વાચીન ગરબીમાં ભક્તિ સાથે ગરબે ઘુમવા માટે બાળાઓ તૈયાર
નવરાત્રી એટલે શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાનો દેશનો સૌથી લાંબો અને યુવક, યુવતીઓ જ નહિ નાના મોટા તમામનો મન ગમતો પર્વ એટલે નવલી નવરાત્રીનો આજથી પ્રારંભ થવાનો છે ત્યારે કોરોનાના લીધે મોટા કોઈ આયોજન મોરબીમાં કરવામાં આવેલ નથી જો કે, વર્ષોથી કરવામાં આવતી પ્રાચીન ગરબી અને શેરી ગરબા અને ફ્લેટ ગરબામાં ગરબાના અવનવા સ્ટેપ તેમજ વસ્ત્રો સાથે બાળાઓ અને ખેલૈયાઓ સહિતના લોકો ધૂમ મચાવશે
આજથી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે મોરબીની બજારમાં નવરાત્રીની ધૂમ ખરીદી જોવા મળી રહી છે માં શક્તિની આરાધના કરવા માટે લોકો ગરબાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને માટીના ગરબામાં રંગબેરંગી ડીઝાઇન વાળા તેમજ અવનવી વેરાયટી વાળા એટલે કે ટ્રેડિશનલ વર્ક કરેલા, આભલા ચોંટાડેલા ગરબા બજારમાં જોવા મળી રહ્યા છે સાથે-સાથે માતાજીના ચૂંદડી, અગરબત્તી, ધૂપ દીપ સહિતની પૂજન અર્ચન માટેની સામગ્રી પણ લેવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દાયકાથી અર્વાચીન રસોત્સવનો ક્રેઝ વધ્યો છે જો કે પ્રાચીન ગરબીની જમાવટ સામે અર્વાચેન ગરબા હજુ પણ જાખા જ પડે તેમ છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી
મોરબીની જુદી જુદી સોસાયટીઓમાં ઠેર-ઠેર નાની મોટી પ્રાચીન ગરબીઓના થઈ રહ્યા છે જો કે પ્રાચીન ગરબીમાં હવે થોડો અર્વાચીન જેવો ટચ આપવો પડે છે તે પણ હક્કિત છે પરંતુ આ ગરબીઓ માં માતાજીના ગરબા, છન્દ અને પૂજન અર્ચન હજુ પણ જૂની પદ્ધતિથી જ કરવા માં આવે છે મોરબી શહેરમાં ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોક ગરબી, સુપર માર્કેટ પાસે ખોડિયાર ચોક ગરબી, નાની રાવલ શેરી, માધાપર સોશિયલ ગ્રુપ દ્વારા પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે
તેમજ વજેપર, વાઘપરા, કાલિકા પ્લોટ, સનાળા રોડ, રવાપર રોડ, જુના બસસ્ટેન્ડ, પરસોતમ ચોક, સામાકાંઠે લાલબાગ, રોટરી, રીલીફનગર, વર્ધમાન સોસાયટી,રામકૃષ્ણ નગર, વિદ્યુતનગર, સો ઓરડી વરિયા પ્રજાપતિ ગરબી, ચામુંડા ગરબી મંડળ, ભઠાવાળી લાઈનમાં શક્તિ ગરબી, ગાંધી જવાહર ગરબી, ગાંધી ચોકમાં પણ ભવ્ય ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, કોરોનાને ધ્યાનમાં રાખીને મોરબીમાં આ વર્ષે કોઈ પણ મોટા રસોત્સવના આયોજન કરવામાંઆવેલ નથી ત્યારે નવરાત્રી શરૂ થવાની છે ત્યારે માં શક્તિની ભક્તિ સાથે નવરાત્રી ઉજવવા માટે બાળાઓ સહિતના લોકોમાં થનગનાટ જોવા મળી રહીયો છે
