મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના રાણીબા કેસમાં અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીના રાણીબા કેસમાં અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી અને તે આરોપીના રીમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે દરમ્યાન વધુ એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત કુલ મળીને ૧૨ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે સમયાંતરે અત્યાર સુધીમાં પોલીસે કુલ મળીને સાત આરોપીને પકડ્યા છે જે પૈકીનાં એક આરોપીના જામીન મંજૂર થઈ ગયા છે જો કે, આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ અજયભાઈ પડસારા, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાની જામીન અરજીને મોરબી જિલ્લાની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી જેથી તે ૬ આરોપી હાલમાં મોરબીની જેલમાં છે તેવામાં એલસીબીની ટીમે આ ગુનામાં આરોપી જેનીથ ઉર્ફે જેનિયો નરેન્દ્રભાઈ ભીમાણી જાતે પટેલ (૨૦) રહે. મૂળ. ભાવપર તાલુકો માળીયા હાલ રહે. આસ્થા એપાર્ટમેંટ નરસંગ ટેકરી રવાપર રોડ વાળો અમદાવાદમા શસ્ત્રીનગર અવની એપાર્ટમેંટ નજીકથી આરોપીને પકડીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ હતો જેનો તપાસનીસ અધિકારી દ્વારા કબ્જો કાઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે




Latest News