મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ શોર્ટ લગતા બાળકના મોતનો કેસ કોર્ટમાં ચાલી જતાં પીજીવીસીએલને વળતર ચૂકવવા આદેશ


SHARE









મોરબીમાં વીજ શોર્ટ લગતા બાળકના મોતનો કેસ કોર્ટમાં ચાલી જતાં પીજીવીસીએલને વળતર ચૂકવવા આદેશ

મોરબીના લાલબાગમાં રમવા ગયેલ બાળકને થોડા સમય પહેલા રમતા-રમતા ન્યાયધીશ આવાસ સામે આંબલીના ઝાડને અડકતા વિજશોક લાગ્યો હતો જેનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે ભોગ બનેલા પરિવારને વીજ અકસ્માતના કેસમાં ૨,૮૦,૦૦૬ નું વળતર વ્યાજ સાથે ચુકવવા પી.જી.વી.સી.એલને હુકમ કરેલ છે

આ વીજ અકસ્માતના કેઇસની વિગત એવી હતી કે, આ અકસ્માત તા.૨૮/૧૦/૨૦૧૫ ના રોજ ધ્રુવકુમાર કિશોરભાઈ ગડેશીયા (૧૧) (રહે. સરસ્વતી સોસાયટી, સર્કિટ હાઉસ સામે મોરબી) સ્કુલમાં પેપર હોય ત્યાં પેપર આપવા ગયેલ હતો અને પેપર પુરૂ કરી અન્ય છોકરા સાથે મોરબીના લાલબાગમાં રમવા ગયેલ હતો ત્યારે બપોરે આશરે ૧:૦૦ વાગ્યાના અરસામાં ધ્રુવકુમારને રમતા-રમતા ન્યાયધીશ આવાસ સામે આવેલ આંબલીના ઝાડને અડકતા વિજશોક લાગ્યો હતો જેથી તેને ગંભીર પ્રકારની ઈજા થઈ હતી અને તેનું અવસાન થયું હતું આ વીજ અકસ્માત વળતરનો કેઇસ મોરબીની પ્રિન્સીપલ સીવીલ જજ સહેબની કોર્ટમાં ચાલી ગયો હતો અને આ વીજ અકસ્માત વળતરના કેસમાં કોર્ટમાં વાદીના સિનીયર વકીલ બી.બી. હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇને વાદીને ૨,૮૦,૦૦૬ નું વળતર ૯ % વ્યાજ સહીત ચુકવી આપવા અને ખર્ચની રકમ આપવા પી.જી.વી.સી.એલ. મોરબીને કોર્ટે હુકમ કરેલ છે. આ કામમાં વાદી તરફે સીનીયર વકિલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.




Latest News