મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી અબોલજીવને ગાડીમાં બાંધીને કતલખાને લઈ જનારા બે શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE









માળીયા (મી) નજીકથી અબોલજીવને ગાડીમાં બાંધીને કતલખાને લઈ જનારા બે શખ્સોની સામે ગુનો નોંધાયો

માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ અણિયારી ટોલનાકા પાસેથી ગૌરક્ષકો દ્વારા ૧૨ અબોલ જીવને કતલખાને લઈ જતા વાહનને પકડવામાં આવ્યો હતો ત્યારબાદ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે અને પોલીસે વાહન સહિત કુલ મળીને ૨.૬૦ લાખનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકોને ને મળેલ હકીકત આધારે મોરબી હળવદ હાઇવે ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે ત્યાંથી તુફાન ગાડી નંબર જીજ ૫ બિઝેડ ૯૩૪૭ પસાર થઈ હતી જેનો પીછો કરીને તેને અણિયારી ટોલનાકા પહેલા રોકવામાં આવી હતી અને તુફાન ગાડી  ચેક કરી હતી ત્યારે તેમાં દોરડાથી બાંધીને કુલ મળીને ૧૨ અબોલજીવ (પાડા-પાડી)ને કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને તે અબોલજીવને બચાવીને કુલ મળીને ૨.૬૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને હાલમાં મોરબીના નવી પીપળી ગામે રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા જાતે પટેલ (૨૬)એ જાવેદભાઈ ઝાકીરશા ફકીર (૨૬) રહે. રામરહીમ ટેકરો નગીના મસ્જિદ ગલી નં-૨ બહેરામપુરા અમદાવાદ તથા મોઈન હારુનભાઈ ગામમામા (૨૪) રહે. બેહરામપુરા અમદાવાદ વાળાની સામે ગુનો નોંધી તે બંનેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.બી. બાબરીયા ચલાવી રહ્યા છે




Latest News