મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભાવપર ગામ પાસે બાળવાની જાળીમાંથી ૧૫૦ બોટલ દારૂ સાથે એકની ધરપકડ, એક શખ્સની શોધખોળ


SHARE









માળીયા (મી)ના ભાવપર ગામ પાસે બાળવાની જાળીમાંથી ૧૫૦ બોટલ દારૂ સાથે એકની ધરપકડ, એક શખ્સની શોધખોળ

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામની સીમમાં સુજલોન કંપનીની પવનચક્કીની ઓફિસની સામેના ભાગમાં બાવળીની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી ૧૫૦ બોટલો મળી આવતા પોલીસે ૫૫,૫૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને કચ્છ જિલ્લાના એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા મીયાણા તાલુકાના ભાવપર ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીની પવન ચક્કીની ઓફિસની સામેના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને ૧૫૦ બોટલો મળી આવતા પોલીસે કુલ મળીને ૫૫,૫૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે સાગરભાઇ રામૈયાભાઈ સવસેટા જાતે આહિર (૨૮) રહે રામજી મંદિર વાળી શેરી વવાણીયા તાલુકો માળીયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી વશરામભાઈ રબારી રહે. ગાંધીધામ જિલ્લો કચ્છ વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂનો આથો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા વાવડી રોડ ઉપર આવેલ ગૌશાળાની સામેના ભાગમાં ઝૂપડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરી દેવુબેન રાણીંગાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૪૦) રહે. શક્તિધામ મંદિર પાસે ઝૂંપડામાં વાવડી રોડ મોરબી વાળીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News