મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

થર્ટી ફર્સ્ટે અનોખી ઉજવણી: મોરબી સતવારા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા મિટિંગમાં એકત્રિત કર્યું ૧૨.૫ લાખનું ભંડોળ


SHARE









થર્ટી ફર્સ્ટે અનોખી ઉજવણી: મોરબી સતવારા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા મિટિંગમાં એકત્રિત કર્યું ૧૨.૫ લાખનું ભંડોળ

મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણજારીયાએ થર્ટી ફર્સ્ટની ઉજવણી નાં ભાગરૂપે સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની સાધારણ સભાનું પોતાનાં યજમાન પદે નવગામ સતવારા સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે ગુજરાતભરના દાનવીર ભામાશાઓને ભેગા કરી પોતાના યજમાન પદે નવા સભ્યોની નોંધણીનાં સફળ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના અઢીસોથી ઉપર સભ્યો હાજર હતા અને એક નવાં સોપાનનો ઉમેરો કર્યો છે જેમાં સમાજને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે પાડતા જણાવ્યું કે આપણે સૌએ આપણી સંસ્કૃતિ મુજબ જન્મ દિવસ, માતૃ દિવસ, પિતૃ દિવસ, લગ્ન દિવસની ઉજવણીનાં ભાગરૂપે શિક્ષણ ક્ષેત્રે દાન આપીને અનોખી રીતે કરવી જોઈએ એ વાત પર ભાર મુકતા તેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વધુને વધુ સમાજના લોકો સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના કાયમી સભ્ય તરીકે નોંધાવાની શરૂઆત પોતાનાથી કરી અને ધર્મપત્ની ચંદ્રિકાબેન કંઝરિયાને પણ આજીવન સભ્ય બનાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા સતવારા સમાજના શિક્ષણના સેવા યજ્ઞમાં આહુતિ આપી હતી આ તકે હાજર રહેલા આગેવાનોમાંથી સમાજ માટે ૫૦ આગેવાનોએ ૨૫-૨૫ હજારનું દાન આપ્યું હતું આમ ગણતરીની કલાકમાં જ સમાજ માટે ૧૨.૫ લાખનું ભંડોળ એકત્રિત થયું હતું જે કામને સમાજના આગેવાનોએ બિરદાવ્યૂ હતું




Latest News